લદાખ સરહદ પર ૧૯૬૨ પછી સૌથી વધુ તણાવઃ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર

 

 

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, ચીન સાથેના સરહદ વિવાદનું સમાધાન બંને દેશો વચ્ચેના કરાર અને આંતરિક સમજથી અલગ તેના વલણ પર ટકેલું છે. જયશંકરે કહ્યું કે, ૧૯૬૨ના યુદ્ધ પછી લદાખમાં સ્થિતિને ‘સૌથી ગંભીર’ છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર બંને દેશોના સૈનિકોની મોટી સંખ્યામાં તૈનાતીને ‘અભૂતપૂર્વ’ કહી શકાય છે. તેમણે કહ્યું કે, ચીન સાથેના સરહદીય વિવાદનો ઉકેલ વર્તમાન કરાર અને પ્રોટોકોલ મુજબ લાવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ૫ મેથી પૂર્વ લદાખ સરહદ પર અનેક મોરચે ચીનના સૈનિકો મોટી સંખ્યામાં હાજર છે