લદાખ ખાતે  ભારતે દુનિયાની સૌથી ઊંચી સડક તૈયાર કરી…

 

         યુધ્ધની કૂટનીતિના ભાગરૂપે ભારતે લદાખ ખાતે દુનિયાની સૌથી ઊંચી સડકનું નિર્માણ કર્યું છે. 18,600ફૂટની ઊંચાઈ પર  બનાવવામાં આવેલી આ સડક લેહ (ડિગરૈાલ- તાંગત્સે) થી કેલા દર્રે માર્ગને પસાર કરીને પેન્ગોન્ગ ખીણ સુધીના માર્ગના 41  કિલોમીટર સુધીના અંતરને એાછું કરી નાખશે.  આ સડક ભારતના લશ્કરના 58 એન્જિનિયર  રેજિમેન્ટ  દ્વારા તૈયાર કરવામાં આવી હતી. લદાખના ભાજપ સાંસદ જામયાંગ નામગ્યાલે મંગળવારે 31 ઓગસ્ટે એનું ઉદ્ઘાટન કર્યું હતું. સાંસદ નામગ્યાલે જણાવ્યું હતું કે, આ નવ નિર્મિત સડક યુધ્ધની દ્રષ્ટિએ તેમજ પર્યટનની દ્રષ્ટિએ અતિ મહત્વની છે. આ સડક 18, 600 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવેલી જગતભરની સૌથી ઊંચામાં ઊંચી ( અર્થાત ઊંચાઈ પર નિર્માણ કરાયેલી ) સડક છે, જેના પર વાહન- વ્યવહાર પણ ચલાવી શકાશે. હમણા સુધી ખારદંગલા 18,380 ફૂટની ઊંચાઈ પર બનાવવામાં આવેલી ઊંચી સડક હતી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here