લડ્યા વિના કશું જ મળ્યું નથીઃ કંગના રનૌત

0
802

ફિલ્મ અભિનેત્રી નેશનલ એવોર્ડવિજેતા કંગના રનૌતે કહ્યું હતું કે મારી કેરિયરમાં મને કદી લડ્યા વિના કશું જ મળ્યું નથી. મારે સતત સંજોગો સામે લડત આપવી પડી હતી. હું નથી ઇચ્છતી કે મારાં સ્વજનો અને ભવિષ્યમાં મારાં સંતાનોએ એવો સંઘર્ષ કરવો પડે. એટલે જ હું સતત સાવધ રહુ છું. હાલ હું જે ફિલ્મ કરી રહી છું એ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીની નાયિકા લક્ષ્મીબાઈ જેવું જ મારું પણ જીવન રહ્યું છે. મને જે જોઈતું હોય એને માટે મારે સતત લડત આપવી પડી છે, સતત સંજોગોનો સામનો કરવો પડયો છે.
મણિકર્ણિકા ફિલ્મના ડાયરેક્ટર દક્ષિણ ભારતની કોઈ ફિલ્મના કામમાં ખૂબ જ બિઝી થઈ જતાં કંગન રનૌતેે મુખ્ય પાત્ર કરવા ઉપરાંત ડાયરેક્શનની જવાબદારી પણ અદા કરવાની આવી હતી. એણે કહ્યું કે ભવિષ્યમાં મારાં સંતાનોને મારા જેવી લડત આપવી ન પડે એવી મારી ઉત્કટ ઇચ્છા છે. મને અત્યાર સુધી કશું લડત આપ્યા વિના મળ્યું નથી. મારું જીવન અને મારી ફિલ્મ કારકિર્દી સતત સંઘર્ષમય રહ્યાં છે. સતત લડવું પડ્યું એ માટે મને ગૌરવ કે શરમ નથી. મને જે કંઈ મળ્યું છે એનાથી મને પૂરો સંતોષ છે.