
છેલ્લા બે મહિનાથી ભારત- ચીન સરહદ પર સૈન્ય અથડામણોની ઘટનાઓ બનતી રહે છે.ભારતની સરહદના લડાખ વિસ્તારમાં તાજેતરમાં ચીનના સૈનિકોએ પથ્થર અને લાઠીથી હુમલો કર્યો હતો. ભારત- ચીનના સૈનિકોવચ્ચે આશરે 3 કલાક સુધી ચાલેલી અથડામણોમાં બન્ને પક્ષે સૈનિકોની જાન કુવાૈરી થઈ હતી. ભારતના 18 બિહાર રેજિમેન્ટના કમાન્ડીંગ ઓફિસર કર્નલ બાબુ અને હવાલદાર પાલાની અને જવાન કુંદન ઝાના મૃત્યુ થયાં હતા. કર્નલ સંતોષ બાબુ છેલ્લા 18 મહિનાથી લડાખમાં ભારતીય સીમા સુરક્ષાની કામગીરી સંભાળી રહ્યા હતા.
જવાન કુંદન ઓઝા 17 દિવસ અગાઉ જ પુત્રીના પિતા બન્યાં હતા, પરંતુ પોતાની નવજાત પુત્રીનું મોઢું જોવાનું પણ એમના નસીબમાંં નહોતું. કર્નલ સંતોષ બાબુ તેલંગાણાના રહેવાસી હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે.
ચીન- ભારતની સીમા રેખાપર ચીનીઓ દ્વારા ઘુસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. ગેરકાનૂની રીતે ભારતની સરહદમાં પ્રવેશ કરવો, તેમજ ભારતની જમીન પર કબજો કરવો – . ચીનના સૈન્યની ઉશ્કેરણીજનક હિંસક પ્રવૃત્તિની ભારત સરકારે ગંભીર નોંધ લીધી હતી. સરહદ પર હિંસક હુમલાઓએ કરીને ભારતીય સેનાને ઉશ્કેરવાનો પ્રયાસ ચીન વારંવાર કરતું રહે છે. ભારત- ચીનની સરહદ પરના આ હિંસક વિવાદની નોંધ કેન્દ્ર સરકારના વિદેશ વિભાગે ગંભીરતા સાથે લીધી છે.