લડાખના ભાજપ સાંસદ જમયાંગ સેરિંગ નામગ્યાલની ચીનને  ચેતવણી – ભારતમાં હવે 1962 જેવી સરકાર નથી, તમારા બદઈરાદાને હવે સાંખી નહિ લેવાય

..

      લડાખના ભાજપ સાંસદ નામગ્યાલે જણાવ્યું હતું કે, અમે હવે વારંવાર અમારા બહાદુર જવાનોને ગુમાવવા માગતા નથી. સરહદના વિસ્તારમાં રહેનારા સામાન્ય લોકોની જિંદગી મુસીબતમાં મૂકાય, એ વાત અમને સ્વીકાર્ય નથી. 1962માં ભારતને ચીન તરફથી અનેકવાર દગાબાજીનો સામનો કરવો પડયો હતો. હવે આ વિવાદનું હંમેશા માટે નિરાકરણ કરવું જ પડશે. ચીનીઓે લડાઈ દરમિયાન આપણી 37,244 સ્કવેયર કિમી. જમીન હડપ કરી લીધી જે આજે અક્ષય ચીન તરીકે ઓળખવામાં આવે છે. હવે ચીનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. લડાખવાસીઓ સહિત આખો દેશ આજે ભારતીય સેનાની સાથે ઊભો છે. હવે આખો દેશ એવું ઈચ્છી રહ્યો છેકે, આ વિવાદનો હંમેશા માટે ફેંસલો કરવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here