લખીમપુર ખીરી કેસમાં સુપ્રીમ કોર્ટે યુપી સરકારની ઝાટકણી કાઢી

 

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં હિંસાના કેસમાં સુપ્રીમ કોર્ટે ફરી એક વખત યોગી સરકારને ફટકાર લગાવી છે . આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ હરીશ સાલ્વેને જણાવ્યું હતું કે, કોર્ટ મોડી રાત સુધી સ્ટેટસ રિપોર્ટ દાખલ થવાની રાહ જોતી હતી પરંતુ એવું થયું નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે અમને હવે સ્ટેટસ રિપોર્ટ મળ્યો છે. કોર્ટે સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખવાની યુપી સરકારની માંગને પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે યુપી સરકાર પોતાનું કામ કરવાનું ટાળી રહી છે. કોર્ટે લખીમપુર ખેરી હત્યા કેસની આગામી સુનાવણી ૨૬ ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. 

અમને લાગે છે કે તમે તમારી જવાબદારી ટાળી રહ્યા છો. એવું ન કરો. સુપ્રીમ કોર્ટે બુધવારે લખીમપુર કેસની સુનાવણી દરમિયાન યુપી સરકારને ઠપકો આપતા આ વાત કહી હતી. આ સાથે કોર્ટે યુપી સરકારને આ કેસમાં અન્ય સાક્ષીઓના નિવેદનો ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવાનો આદેશ આપ્યો હતો. અગાઉ, યુપી સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેણે કુલ ૪૪ સાક્ષીઓમાંથી ચાર સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે યુપી સરકારે રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટ અંગે આમ કહ્યું હતું.

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું કે સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવામાં આવ્યો છે. આ અંગે ચીફ જસ્ટિસે કહ્યું કે અમે મોડી રાત સુધી રિપોર્ટ દાખલ થવાની રાહ જોતા હતા પરંતુ હવે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ઘ્થ્ત્ એ કહ્યું કે, જો આટલો મોડો રિપોર્ટ રજૂ કરશો તો અમે તેને કેવી રીતે વાંચીશું? ઓછામાં ઓછા એક દિવસ અગાઉથી ફાઇલ કરવી આવશ્યક છે. આ અંગે યુપી સરકારે કોર્ટ પાસેથી શુક્રવાર સુધીનો સમય માંગ્યો હતો.

સુપ્રીમ કોર્ટે એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે યુપી સરકારે હજુ સુધી આ મામલે વધુ લોકોની પૂછપરછ કેમ નથી કરી. ઘ્થ્ત્એ કહ્યું કે, તમે અત્યાર સુધીમાં ૧૬૪ માંથી ૪૪ સાક્ષીઓની તપાસ કરી છે, અને લોકો કેમ નથી. જોકે, સાલ્વેએ જવાબ આપ્યો હતો કે પ્રક્રિયા ચાલુ છે અને તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે