લક્ષણ વગરનાં લોકો કોરોનાવાઇરસ ભાગ્યે જ ફેલાવે છે એવું નિવેદન WHOએ પાછું ખેંચ્યું

 

લંડન, જીનીવાઃ નવા કોરોનાવાઇરસ સાર્સ કોવ-ટુના ચેપના લક્ષણો જેમનામાં દેખાતા ન હોય તેવા ચેપગ્રસ્ત લોકો આ વાઇરસનો ચેપ ફેલાવે તેવું બહું ઓછું બને છે તેવું પોતાનું નિવેદન વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)એ પાછું ખેંચી લેતા કહ્યું હતું કે આ નિવેદન એક ગેરસમજ હતું.

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા સોમવારે નિવેદન કરવામાં આવ્યું હતું કે કોરોનાવઇરસનો ચેપ હોવા છતાં તેના ચેપના લક્ષણો ધરાવતા નહિ હોય તેવા લોકો આ વાઇરસ ફેલાવે તેવું ભાગ્યે જ બને છે. અમારી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના પરથી જણાય છે કે લક્ષણ નહિ ધરાવતી વ્યક્તિ અન્ય કોઇને આ વાઇરસનો ચેપ લગાડી શકે તેવું ભાગ્યે જ બને છે એમ WHO ઇમરજન્સી ડિસીઝ એન્ડ ઝૂનોસીસ યુનિટના વડા ડો. મારીયા વાન કર્ખોવે જણાવ્યું હતું.

જો કે તેમના આ નિવેદન સામે વ્યાપક સવાલો ઉભા થતા અને ટીકાઓ થતા તેમણે આ નિવેદન બાબતે પીછેહટ કરતા કહ્યું છે કે આ નિવેદન મર્યાદિત પુરાવાઓ પર આધારિત હતું, આ નિવેદનને ટેકો આપે તેવા વ્યાપક પુરાવાઓ ઉપલબ્ધ નથી. બાદમાં WHOએ આ નિવેદન પાછું ખેંચતા જણાવ્યું છે કે આ નિવેદન એક ગેરસમજ છે અને આ સંગઠને કબૂલ્યું છે કે કોઇ લક્ષણ નહિ ધરાવતા લોકો વાસ્તવમાં આ વાઇરસનો ચેપ ફેલાવી શકે છે.

લક્ષણ નહિ ધરાવતા લોકો ચેપ ભાગ્યે જ ફેલાવે છે તેવા WHO  નિવેદન સામે અનેક નિષ્ણાતોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ નિવેદનની સખત ટીકા કરતા બ્રિટનની હાર્વર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ ઇનિ્સ્ટટ્યુટે જણાવ્યું છે કે ષ્ણ્બ્એ પોતાના આવા નિવેદનથી ગુંચવાડો ઉભો કર્યો છે. આ સંસ્થાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે લક્ષણ વગરના દર્દીઓ આ વાઇરસ ફેલાવી રહ્યા છે અને લોકોને હજી પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની અને ફેસ માસ્ક પહેરવાની જરૂર છે. આ ટીકા પછી WHOએ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here