લંડનમાં કેન્સરની સારવાર લઈ રહેલા પ્રતિભાસંપન્ન કલાકાર ઈરફાન ખાન ટૂંક સમયમાં ભારત પાછા ફરશે

0
782

 

ઈરફાન ખાનના ચાહકો માટે આ આનંદના સમાચાર છે.પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેતા ઈરફાન ખાન કેન્સરની સારવારમાંથી મુક્ત થઈને ભારત પરત આવી રહયા છે. બોલીવિડના આધારભૂત સમાચારસૂત્રોના જણાવ્યા અનુસાર. ઈરફાન ખાન  દિવાળીના તહેવાર પહેલા ભારત આવે એવી સંભાવના છે. તેઓ લંડનમાં ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમરની સારવાર લઈ રહયા છે. ઈરફાન ખાન પાનસિંહ તોમર નામની બાયોપિક ફિલ્મમાં પાનસિંહની ભૂમિકા ભજવીને અભિનય માટેનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. તેમને ફિલ્મફેયર સહિત અનેક માન- સન્માનો પ્રાપ્ત થયા છે.