
હાલમાં લંડનમાં આશ્રય લઈ રહેલા અતિ ચર્ચાસ્પદ ઉદ્યોગપતિ તેમજ પોતાની વૈભવી લાઈફ – સ્ટાઈલ માટે જગતભરમાં જાણીતા બનેલા વિજય માલ્યા તેમની બંધ પડેલી કિંગ ફિશર એરલાઈન્સ સાથે સંકળાયેલો એક હારી ગયા છે. બ્રિટનની અદાલતે માલ્યાની વિરુધ્ધ સિંગાપુરની એક એવિયેશન કંપનીએ માંડેલા 9 કરોડ ડોલરના નરકશાનીના દાવાને યોગ્ય ઠરાવ્યો છે.
ભારતની બેન્કો દ્વારા માલ્યા વિરૂધ્ધ9, 000 કરોડ રૂપિયાનું દેવું તેમણે ના ચુકવ્યું હોવાના ગુના માટે તેમની સામે કાનૂની કાર્વાહી હાથ ધરી હતી. વિજય માલ્યાની ભરતને સોંપણી કરવાના ભારત સરકારના અનુરોધને લક્ષમાં રાખીને લંડનની અદાલત આગામી 16મી માર્ચે આ બાબત હાથ ધરે એવી સંભાવના છે.