લંડનની વેસ્ટમિંસ્ટર અદાલતે આપ્યો ચુકાદોઃ ભાગેડુ વિજય માલ્યાની બ્રિટન દ્વારા ભારતને સોંપણી( પ્રત્યાર્પણ) કરવામાં આવે…

0
793

9 હજાર કરોડ રૂપિયાની ઉચાપત કરનારા શરાબના કારોબારી વિજય માલ્યા વિદેશોમાં ભાગતા ફરે છે. હાલમા તેઓ  બ્રિટનમાં છે. ગત ફેબ્રુઆરી,2017માં ભારતે વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટનની સરકારને વિનંતી કરી હતી. . વેસ્ટમિંસ્ટરઅદાલતના જજ એમ્મા આર્બટનોટે કહ્યું હતું કે, વિજય માલ્યાની વિરુધ્ધ છેતરપિંડી , કાવતરાખોરી અને નાણાની હેરફેર વગેરે અપરાધોની ફરિયાદ કરવામાં આવી હતી. અદાલતે હવે આ મામલો બ્રિટનની સરકારને સુપરત કરી દીધો હતો. અદાલતનો ચૂકાદો આવે તે પહેલાં વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, મેં રૂપિયા ચુકવવાનો પ્રસ્તાવ મોકલી દીધો છે. મારી આ ઓફરને  તેમજ મારા પ્રત્યાર્પણને કશો સંબંધ નથી. મેં નાણાની ચોરી નથી કરી, મારી કિંગ ફિશર એરલાઈન્સને બચાવવવા માટે મેં મારા 4 હજાર કરોડ રૂપિયાનું એરલાઈન્સના વ્યવસાયમાં રોકાણ કરી દીધું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here