લંડનની ઐતિહાસિક ‘ઈન્ડિયા ક્લબ’ 70 વર્ષ બાદ બંધ થશે

નવી દિલ્હીઃ લંડનનો ઐતિહાસિક ‘ઈન્ડિયા ક્લબ’ 70 વર્ષ બાદ હવે બંધ થવા જઈ રહી છે. 1947માં ભારતની આઝાદી બાદથી જ આ ‘ઈન્ડિયા ક્લબ’ ભારતીય પ્રવાસીઓનું બીજુ ઘર હતું. આ અગાઉ ભારતીય હાઈ કમિશનર કૃષ્ણ મેનન ક્લબના સંસ્થાપક સદસ્યોમાં સામેલ હતા. ઈંગ્લેન્ડના શરૂઆતી ભારતીય રેસ્ટોરન્ટ્સને કારણે આ ક્લબ બ્રિટિશ સાઉથ એશિયન કોમ્યુનિટીના રૂપમાં બદલાઈ ગઈ.
ઈંગ્લેન્ડમાં સ્થિત ‘ઈન્ડિયા ક્લબ’ ભારતની સ્વતંત્રતા બાદ ઈંગ્લેન્ડમાં ભારતીય પ્રવાસીઓનું કેન્દ્ર રહ્યું છે. આ ‘ઈન્ડિયા ક્લબ’ હવે 70 વર્ષ બાદ બંધ થવાની છે. ‘ઈન્ડિયા ક્લબ’ને બંધ કરવા વિરુદ્ધ લાંબી લડાઈ લડવામાં આવી જેમાં સમર્થકોએ હારનો સામનો કરવો પડ્યો. આગામી મહિને સપ્ટેમ્બરમાં ક્લબ હંમેશા માટે બંધ થઈ જશે. ઈન્ડિયા ક્લબની પ્રોપરાઈટર યાદગાર માર્કર અને તેમની પુત્રી ફિરોઝાએ તેના માટે સેવ ઈન્ડિયા ક્લબ નામથી અપીલ શરૂ કરી હતી. તે એક ઐતિહાસિક બેઠક સ્થળ અને ભોજનાલય છે. આ ઐતિહાસિક બિલ્ડિંગ લંડનના સ્ટ્રેંડના મધ્યમાં સ્થિત છે. બિલ્ડિંગને તોડીને ત્યાં એક આધુનિક હોટલ માટે રસ્તો બનાવવામાં આવશે. પુત્રી ફિરોઝાએ તેને બંધ કરવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, ખૂબ જ ભારે મનથી અમારે એ ઘોષણા કરવી પડી રહી છે કે, હવે માત્ર 17 સપ્ટેમ્બર સુધી જ ‘ઈન્ડિયા ક્લબ’ જનતા માટે ખુલ્લી રહેશે.
યુકેના પ્રથમ ભારતીય હાઈ કમિશનર કૃષ્ણ મેનન ક્લબના સંસ્થાપક સદસ્યોમાં સામેલ હતા. ઈંગ્લેન્ડના શરૂઆતી ભારતીય રેસ્ટોરન્ટ્સને કારણે આ ક્લબ બ્રિટિશ સાઉથ એશિયન કોમ્યુનિટીના રૂપમાં બદલાઈ ગયો. 70 વર્ષ પહેલા ભારતીય ઉપમહાદ્વિપની પ્રથમ પેઢીના પ્રવાસીઓ માટે આ ક્લબ બીજુ ઘર બની ગયુ હતું. ફિરોઝાનું કહેવું છે કે, તે બાળપણથી પોતાના પિતાને મદદ કરતી હતી. તેમણે કહ્યું કે, હું 10 વર્ષની હતી ત્યારથી અહીં આવું છું. ક્લબ સાથે મારો 26 વર્ષ જુનો આત્મીયતાનો સબંધ છે. હવે તેને બંધ કરવાની ઘોષણા કરવી મારા માટે ખૂબ જ મુશ્કેલ છે. પિતાએ મેનન સાથે પણ કામ કર્યું હતું. સેન્ટર ફોર માઈગ્રેશન એન્ડ ડાયસ્પોરા સ્ટડીઝના સ્થાપક અને અધ્યક્ષ પાર્વતી રમને જણાવ્યું કે, મેનનનું માનવું હતું કે, આપણે એવો ક્લબ બનાવવો જોઈએ કે ગરીબ ભારતીયો પણ અહીં ખાઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here