ર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન નીતિન નોહરિયા કહે છે, ‘નીરવ મોદી કૌભાંડની ઠંડી અસર’

1
839
26મી ફેબ્રુઆરીએ ન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસમાં દ્વિતીય ‘ઇન્ડિયા લેક્ચર સિરીઝ’ અંતર્ગત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન નીતિન નોહરિયાએ 26મી ફેબ્રુઆરીએ પ્રવચન આપ્યું હતું. તસવીરમાં બોબી ઘોષ, નીતિન નોહરિયા, સંદીપ ચક્રવર્તી નજરે પડે છે.

 

ન્યુ યોર્કઃ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન નીતિન નોહરિયાએ ન્યુ યોર્કમાં જણાવ્યું હતું કે ભારતમાં નીરવ મોદી કૌભાંડની ‘ઠંડી અસર’ છે. 26મી ફેબ્રુઆરીએ ન્યુ યોર્કમાં ભારતીય દૂતાવાસમાં દ્વિતીય ‘ઇન્ડિયા લેક્ચર સિરીઝ’ અંતર્ગત આપેલા પ્રવચનમાં નોહરિયાએ જણાવ્યું હતું કે ભારતીય બેન્કોએ સાવધાની રાખવાની જરૂર છે. ભારતીય બેન્કોએ લોન આપવામાં અને નાણાકીય ભંડોળ એકઠું કરવામાં શું કરવું જોઈએ તેના વિશે નોહરિયાએ ઉપર મુજબ જણાવ્યું હતું. ભારતીય બેન્કોએ ‘પરિવાર’ના ધોરણે લોન આપવાની બાબતથી દૂર રહેવું જોઈએ.

ડાયમન્ડના વેપારીઓ નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા કરાયેલા પંજાબ નેશનલ બેન્ક સાથેના કૌભાંડ વિશે નોહરિયાએ આ નિવેદન આપ્યું હતું.
આ દર મહિને યોજાતી ઇન્ડિયા લેક્ચર સિરીઝ ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ એમ્બેસેડર સંદીપ ચક્રવર્તીની પહેલ છે જે અંતર્ગત ગયા મહિને કોલંબિયા યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના અધ્યાપક ડો. અરવિંદ પાનગરિયા દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. ડો. પાનગરિયાએ ભારત સરકારની થિન્ક ટેન્ક નીતિ આયોગના વાઇસ ચેરમેન તરીકે ફરજ અદા કરી હતી.
પંજાબમાં જન્મેલા નીતિન નોહરિયા આઇઆઇટી બોમ્બે અને એમઆઇટીના એલમની છે. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં વધુ બિઝનેસ માટે લોનની માગણી કરતાં નાનાં-મધ્યમ ઉદ્યોગગૃહો પર આ કૌભાંડની ‘ઠંડી અસર’ પડશે. ભારતીય કોર્પોરેટ સેક્ટરોમાં ‘પરિવારિક સંબંધો’ની પરિકલ્પનાએ મહત્ત્વની ભૂમિકા અદા કરી છે.
નોહરિયાએ ‘ડુઇંગ બિઝનેસ ઇન ઇન્ડિયાઃ ધ ગુડ એન્ડ ધ બેડ’ વિશે પોતાનું પ્રવચન આપ્યું હતું, જેનું સંચાલન ‘ધ હિન્દુસ્તાન ટાઇમ્સ’ના ભૂતપૂર્વ એડિટર-ઇન-ચીફ બોબી ઘોષ દ્વારા કરવામાં આવ્યું હતું. (સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)