રોહિત શર્મા બન્યો ટી-૨૦માં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન

મુંબઇઃ રોહિત શર્માની કેપ્ટન ર-૨૦ ફોર્મટમાં વાપસી થઇ ગઇ છે. વિરાટ કોહલી પણ ફરી એકવાર ટીમ ઇન્ડિયા માટે ર0-૨૦ ફોર્મટમાં રમતો નજરે પડશે. અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની ર0-૨૦ સીરીઝમાં આ બંને ખેલાડીઓને જગ્યા આપવામાં આવી છે. હાર્દિક પંડયા અને સૂર્યકુમાર યાદવ ઇજાને કારણે સીરીઝનો ભાગ નહીં હોય. ઇશાન કિશાન અને ઋતુરાજ ગાયકવાડ પણ સીરીઝમાં નહીં જોવા મળે. સંજુ સેમ સન અને જિતેશ શર્માને વિકેટકીપર તરીકે મોકો મળ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી અંતિમવાર ટીમ ઇન્ડિયા માટે ર0-૨૦ ફોર્મટમાં નવેમ્બર ૨૦૨૨માં રમતા નજરે પડયા હતા. લાંબા સમય બાદ આ બંને ખેલાડીઓની વાપસીથી એ અંદાજ લગાવી શકાય છે કે, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ વર્ષ થનારા ર0-૨૦ વર્લ્ડ કપમાં પણ જોવા મળશે. એટલું જ નહીં ફરી એકવાર ર-૨૦ ફોર્મટમાં પણ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળતા નજરે પડશે. અફઘાનિસ્તાન સામે સીરીઝમાં બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ બદલાયેલો નજરે આવશે. યુજવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા અને આર. અશ્વિનને મોકો નહી મળે. સ્પિનની જવાબદાર અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઇની પાસે છે. ફાસ્ટ બોલિંગમાં અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર જેવા યુવા ખેલાડીઓ પર ભરોસો વ્યકત કરાયો છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વાય જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, વાય સુંદર,અક્ષર પટેલ, રવિ બિશ્નોઇ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશકુમાર હશ