રોષે ભરાયેલા ખેડૂતોએ મોહન ભાગવત સહિત RSSના મુખ્યમથકને ઉડાવી દેવાની ધમકી

 

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનનો આજે ૪૩મો દિવસ છે. છેલ્લા કટેલાક દિવસથી ઉત્તરપ્રદેશ સહિત દિલ્હી ફ્ઘ્ય્માં ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે ઠંડીનો કેર તો ચાલુ જ છે. સરકાર સાથે બે દિવસ પહેલા થયેલી બેઠકમાં પણ આ મુદ્દે આ ખાસ નિરાકરણ આવ્યું નથી. સરાકરે ખેડૂતોને કૃષિ બીલ (Farm Bill 2020) સંપૂર્ણપણે પાછા ખેંચવાની ના પાડી દીધી છે. બીજી બાજુ ખેડૂતો પણ સરકાર પાસે આ કાયદાઓ સંપૂર્ણપણે પાછા ખેંચાવવાની માંગ પર અડગ છે.

મંગળવારે બેતૂલ પોલીસે મહારાષ્ટ્રના ખેડૂત નેતા અરુણ બંકર સામે મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં તેમના કથિત ભાષણ બદલ FIR નોંધી છે. અરુણ બંકરે પોતાના ભાષણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતની સાથે નાગપુર સ્થિત RSSના મુખ્ય મથકને ઉડાવી દેવાની ધમકી આપી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મધ્યપ્રદેશના બેતુલમાં શહીદ કિસાન સ્તંભનું અનાવરણ કરતા અરુણ બંકરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો પર ગોળીઓ ચલાવશે તો અમે RSSના વડા મોહન ભાગવત સહિત નાગપુર સ્થિત ય્લ્લ્ના મુખ્યમથકને ઉડાવી દેશું.

કોટવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી સંતોષ પાંડેરે જણાવ્યું હતું કે, નાગપુરથી દિલ્હી જઇ રહ્યા હતા ત્યારે બેતુલમાં ખેડૂતોની એક રેલી દરમિયાન, ખેડૂત નેતા અરુણ બંકરે સોમવારે જિલ્લાના મુલ્તાઇ ખાતે શહીદ કિસાન સ્તંભ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી અને ખેડૂતોને સંબોધન કર્યું હતું. બંકરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો પર ગોળીબાર કરશે તો અમે નાગપુરમાં RSSના મુખ્ય મથકને તેમાં RSSના વડા સાથે ઉડાવીશું.

પોલીસ આ મામલે તપાસ કરી રહી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે. જો કે હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી. આ જ જિલ્લાના ભાજપ નેતા આદિત્ય શુક્લાએ કરેલી ફરિયાદ મુજબ પોલીસે કલમ ૫૦૫ (૨) (જાહેર દુષ્કર્મ અંગે નિવેદનો અને લોકોને ઉશ્કેરવાના ઇરાદે) અને ૫૦૬ (ગુનાહિત ધાકધમકી) હેઠળ RSS નોંધી છે. ફરિયાદી આદિત્ય શુક્લાએ જણાવ્યું હતું કે, અરુણ બંકર લોકોને ઉશ્કેરતા સમાજમાં શાંતિ અને સુમેળને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે તાત્કાલિક તેમની ધરપકડ કરવી જોઈએ