રોલિંગ સ્ટોનના સર્વશ્રેષ્ઠ ગાયકોની યાદીમાંઃ લતા મંગેશકર

 

મુંબઇઃ ભારતનાં કોકિલકંઠી ગાયિકા સ્વ. લતા મંગશેકરને રોલિંગ સ્ટોનના સર્વશ્રેષ્ઠ ગાયકોની સૂચીમાં ૮૪મું સ્થાન આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં પાકિસ્તાનના સ્વ. નુસરત ફતેહ અલી ખાન સિંગરનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત વિદેશી ગાયકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સિંગર સેલિન ડાયોનને આ યાદીમાંથી બાકાત કરી દેવામાં આવી છે. રોલિંગ સ્ટોને સ્વ. લતા મંગેશકરની ગાયકીના ભરપુર વખાણ કરતાં લખ્યું છે કે, ધ મેલોડી ક્વિન શાશ્વત રૂપથી સુરીલા કંઠની સાથેસાથે ભારતીય  પોપ સંગીતના પણ આધારશિલા છે, જેનો પ્રભાવબોલીવૂડ ફિલ્મોના માધ્યમથી પૂરી દુનિયામાં ફેલાયેલો છે. લતાજી ઍક ઉત્તમ પ્લેબેક સિંગર હતા. અનુમાન છે કે લતાજીઍ ૭૦૦૦થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. આ યાદીમાં અરેથા ફ્રેંકલીન ટોચના ક્રમે છે. તે પછી વ્હિટની હુસ્ટન, સેમ કૂક, બીલી હોલીડે અને મેરીઆહ કેરીને સ્થાન અપાયું છે. બીયોન્સને આઠમું સ્થાન મળ્યું છે. ઍલ્વિસ પ્રિસ્લીને ૧૭મું અને ફ્રેન્ક સિનાત્રાને ૧૯મું સ્થાન મળ્યું છે. લેડી ગાગા, માઈકલ જેક્સન, રિઆના, બાર્બરા સ્ટ્રેઈસેન્ડ, જંગકુક પણ આ યાદીમાં સામેલ છે.