રોબિન્સવિલેમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં રથયાત્રાની ઉજવણી

રોબિન્સવિલે, ન્યુ જર્સીઃ ન્યુ જર્સીના રોબિન્સવિલેમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રથયાત્રાની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. શરૂઆતમાં યજ્ઞવલ્લભદાસ સ્વામી અને નીલકંઠસેવાદાસ સ્વામીના હસ્તે વૈદિક પરંપરા મુજબ પૂજનવિધિ કરવામાં આવી હતી. રથમાં ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં સંતોએ રથને ખેંચીને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રાની શરૂઆતમાં બાળકો ઉપસ્થિત હતાં. રથયાત્રામાં ભક્તો ભજનો રજૂ કરતા હતા.

યુવકો અને યુવતીઓએ પણ પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં ભાગ લીધો હતો અને ભજનો ગાયાં હતાં. આરતી પછી ભક્તોએ પરંપરાગત જાંબુ અને મગનો પ્રસાદ લીધો હતો.