રોટોમૈક કંપનીના માલિકની 3700 કરોડની ઉચાપત કરવા બદલ ધરપકડ

0
914

પેનો બનાવતી કંપની રોટોમૈકના માલિક વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલ કોઠારીની સાત બન્કો પાસેથી લોન રૂપે લીધેલાં 3700 કરોડની ઉચાપત કરવાના ગુના સર ધરપકડ કરવામાં આવી હતી. સાત બેન્કો પાસેથી આશરે 3700 કરોડ રૂપિયાની લોન લઈને આ કંપનીના  માલિકે આ નાણાં પોતાના અંગત ઉપયોગ માટે રાખી લીધાં હતા. હકીકતમાં આ નાણાં પોતાના પ્રોડકટની આયાત- નિર્યાત માટે લીધાં હતા. રોટોમૈક કંપનીના માલિક વિક્રમ કોઠારી અને તેમના પુત્ર રાહુલ કોઠારીને પૂછપરછ માટે સીબીઆઈના મુખ્ય કાર્યાલય( દિલ્હી) ખાતે બોલાવવામાં આવ્યા હતા. આ પિતા- પુત્રે તપાસ દરમિયાન સહયોગ ન આપતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી એફઆઈઆરમાંવિક્રમ કોઠારી, રાહુલ કોઠારી તેમજ વિક્રમ કોઠારીનાં પત્ની સાધના કોઠારી અને આ કંપનીને લોન આપવામાં મદદ કરનારા બેન્કના અધિકારીઓ  સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here