રોટરી ક્લબ ઓફ વેસ્ટ દ્વારા એવોર્ડ સેરેમનીનું ઝૂમ પર આયોજન કરાયું

 

અમદાવાદઃ રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ આ નામ સાથે એક ગૌરવ જોડાયેલું છે. કેમ કે આ ક્લબના નેતૃત્વમાં અનેક પ્રકારની કામગીરી થઈ છે જેનો યશ ક્લબમાં જોડાયેલા તમામ સભ્યોને ફાળે જાય છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા એવોર્ડ સેરેમનીનું ઝૂમ પર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે તેવા સમયમાં પણ રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના પ્રેસિડેન્ટ કલ્પેશ શાહ અને સેક્રેટરી રાજેન્દ્ર નાગર સહિતના મહાનુભાવોએ હાજર રહી તમામ સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો. રોટરીના મેમ્બર્સ તેમજ ફેમિલીના સભ્યો આ મોટા કાર્યક્રમમાં ઝૂમ એપ પર હાજર રહ્યા હતા. આગામી સમયમાં જેમની પાસે રોટરીનું જે પદ છે તે તમામને સોંપ્યા પછી નવી નેતૃત્વ ટીમને આવકારવાનો પણ આ સમય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી વર્ચ્યુઅલી લોકો મળ્યા હતા. જેમાં આરટીએન દિનેશ પટેલ, ડાયરેક્ટર સર્વિસ પ્રોજેક્ટ કે જેમને બેસ્ટ રોટેરિયન તરીકેનો એવોર્ડ મળ્યો હતો. તેમનાં સર્વિસ પ્રોજેક્ટમાં નિઃસ્વાર્થભાવે કરેલી સેવા બદલ આ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.