રેપ ઈન ઈન્ડિયા – નિવેદન માટે રાહુલ ગાંધીએ માફી માગવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો … લોકસભામાં ધાંધલ- ધમાલ..

0
984

રેપ ઈન ઈન્ડિયા – નિવેદન માટે રાહુલ ગાંધીએ ણાફી માગવોનો સાફ ઈન્કાર કર્યો હતો. લોકસભામાં ભાજપના કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ રાહુલને આવું અશોભનીય વિધાન કરવા બદલ માફી માગવા જણાવ્યું હતું. આમ છતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને અગ્રણી નેતા રાહુલ ગાંધીએ માફી માગવાની ના પાડી ધીધી હતી. તેમણે  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, મોદીજીએ તો નવી દિલ્હીને રેપ કેપિટલ કહ્યું હતું. મારી પાસેતો એમના એ ઉચારણની કલીપ પણ છે.  

  લોકસભાનાં આ માફીના મુદા્પર બહુજ બોલાચાલી થઈ હતી. ત્યાર પછી સ્મૃતિ ઈરાની સહિતના અન્ય મહિલા સાંસદોએ ચૂંટણી આયોગમાં ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસના નેથા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયા વાળા નિવેદન પર લોકસભામાં બહુજ હોબાળો થયો હતો. કોંગ્રેસના અધિકૃત પ્રવક્તા રણદીપ સૂરજેવાળાએ શુક્રવારે 13મી ડિસેમ્બરે એક વિડિયો કલીપ ટવીટ કરી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીને રેપ કેપિટલ કહી રહ્યા છે. રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, દેશમાં ફેલાયેલી અવ્યવસ્થાથી લોકોનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવા માટે તમે જ સંસદ નથી ચાલવા દેતા. તમે એવાત બરાબર જણી – સમજી લો કે, દેશની પુત્રીઓ રેપજેવા અમાનષી અને અપમાનજનક કૃત્યોની વિરુધ્ધ કડક અને નિર્ણાયક કાર્યવાહી ઈચ્છી રહ્યા છે. આતવારે – છાશવારે દિલ્હીમાં રેપના ન્યૂઝ આવતા રહે છે. આવી ઘટનાઓને સદાને માટે અટકાવવી જોઈએ.