રેડિયો પર દેશની જનતા સાથે મનની વાત કરનારા વડાપ્રધાન મોદીએ અભિનેતા અક્ષયકુમાર સાથે ખુલ્લા મનથી દિલની વાતો કરી…

0
746

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. અક્ષયકુમારને આપેલી મુલાકાત દરમિયાન વડાપ્રધાને તેમને પૂછવામાં આવેલા દરેક સવાલના મુદા્સર જવાબો આપ્યા હતા. તેમાંના કેટલાક રસપ્રદ સવાલ-જવાબ  આ પ્રમાણે છેઃ

 

સવાલ- તમે કેરી ખાવછો ?

જવાબ- હા, હું કેરી ખાઉંછું અને કેરીનો રસ પણ પીઉં છું. નાનપણમાં મારા ઘરની આર્થિક હાલત સારી નહોતી. કેરી ખરીદીને ખાવાની અમારી સ્થિતિ જ નહોતી. પણ હું કેરી ખાવા માટે ખેતરમાં જતો હતો. આંબાના ઝાડ પર લટકતી પાકી કેરી ખાવાનું મને ખૂબ પસંદ હતું.

સવાલ-   તમારું બેન્ક બેલેન્સ કેટલું છે…

જવાબ- હું ગુજરાતનો  મુખ્યમંત્રી બન્યો ત્યાં સુધી મારું કોઈ પણ બેન્કમાં ખાતું નહોતું. નાનો હતો ત્યારે સ્કૂલમાં દેના બેન્કની બ્રાન્ચ ખુલી હતી. ત્યારે દરેક વિદ્યાર્થીને બચત કરવાના આશયથી બેન્કે ગલ્લો આપ્યો હતો. બેન્કે મારું ખાતું તો ખોલી દીધું , પણ પૈસા જ નહોતા , તો હું શું જમા કરાવું..હું ગુજરાતનો  મુખ્યપ્રધાન બન્યો અને મારો પગાર આવ્યો એટલે ખાતું ખુલી ગયું.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  હિન્દી ફિલ્મના કયા ગીતો ગમે છે ?કઈ ફિલ્મો તેમણે જોઈ છે…

        તાજેતરમાં અભિનેતા અક્ષયકુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ વિસ્તૃત મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અક્ષય કુમારે વડાપ્રધાન  મોદીને રાજકારણ સિવાય ઈતર વિષયના વિવિધ સવાલો પૂછ્યા હતા. આ મુલાકતમાં મોદીજીએ એમના જીવનના વિવિધ પાસાઓ અને તેમને જીવનના જુદા જુદા સમયના તબક્કે થયેલા અનુભવોની વાતો કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અતિ પ્રમાણિકતાથી તેમજ દિલની સચ્ચાઈથી દરેક સવાલના જવાબો આપ્યા હતા.

 

મોદીએ અક્ષયકુમારના સવાલના ઉત્તરમાં જણાવ્યું હતું કે, ગીત ગણગણવાનું તો મારાથી નથી થઈ શકતું, પરંત જે એક- બે ગીતોની પંક્તિઓ મને ગમે છે તે છે- હિન્દી ફિલ્મ ભાભીકી ચૂડિયાંનું ગીત- જયોતિ કલશ છલકે…અને બીજું ગીત છેઃ ઓ પવન વેગસે ઉડનેવાલે ઘોડે…

જયારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખયમંત્રી ત્યારે તેમણે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ પણ જોઈ હતી . ત્યારબાદ અનુપમ ખેરની સાથે ફિલ્મઃ એ વેન્સડે જોઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન બન્યા બાદ તેમણે કોઈ પણ ફિલ્મ જોઈ નથી. અક્ષયકુમારની ટોયલેટ ઃ એક પ્રેમકથા જોવાની એમને અનેક લોકોએ ભલામણ કરી હોવા છતાં એ શક્ય બન્યું નહોતું.