વોશિંગ્ટનઃ ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ તાજેતરમાં રૂઢિચુસ્તો (કન્ઝર્વેટિવ) વિરુદ્ધ લગાડવામાં આવેલા આરોપો સામે લડત આપવા યુએસ કોંગ્રેસની મુલાકાત લીધી હતી. ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પીચાઈએ તાજેતરમાં વોશિંટનમાં પોતાની કંપની અને કોંગ્રેસ વચ્ચે ચાલતા રાજકીય તનાવને દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે અને રૂઢિચુસ્તો સામેના આરોપોનો સામનો કરવા કોંગ્રેસની મુલાકાત લીધી હતી. એક ડઝન રિપબ્લિકનોના સમૂહને સંબોધતાં, હાઉસ જીઓપી લીડર કેવિન મેક્કાર્થી (કેલિફોર્નિયા)એ પિચાઇને જણાવ્યું હતું કે પક્ષના સાંસદો આજે સોશિયલ મિડિયાની શક્તિ અને પારદર્શિતા સાથે જે ચાલે છે તેનાથી ચિંતિત છે, તેમણે જણાવ્યું કે ગૂગલ દુનિયાનાં સંશોધનોમાંથી 90 ટકા સંશોધનની પ્રક્રિયા કરે છે. ગૂગલે એ વાતનો ઇનકાર કર્યો હતો કે તે રૂઢિચુસ્તોને સેન્સર કરે છે. સુંદર પિચાઈએ એ વાતની રજૂઆત વિગતવાર કરી હતી કે કેવી રીતે નાતજાતના ભેદભાવ સામે રક્ષણ કરવા પોતાની કંપનીએ તેમની ટીમ અને કોડની રચના કરી છે. આ બેઠક લગભગ એક કલાક ચાલી હતી. એક આધારભૂત સૂત્રે નામ ન આપવાની શરતે આ બેઠકમાં હાજર રહીને વાત જણાવી હતી. સુંદર પિચાઇ કેપિટોલ હિલના પ્રવાસે આવ્યા હતા અને સાંસદોએ તેમની સામે કંપની જે મુદ્દાઓનો સામનો કરી રહી છે તેના વિશેની પણ વાત કરી હતી.
મિટિંગમાંથી બહાર આવ્યા પછી પિચાઇએ તેને આશાસ્પદ અને માહિતીલક્ષી ગણાવી હતી. તેમણે કહ્યું કે ગૂગલ પોતાના પોતાના સભ્યો સાથે સંવાદ કરવા સતત પ્રતિબદ્ધ છે, કોંગ્રેસ સાથે પણ વિવિધ મુદ્દાઓ ઉપર કામ કરવા માટે આશાસ્પદ છે. તેમણે છણાવટ કરી હતી કે તેમની કંપની કેવી રીતે આપણા ઉત્પાદનો કરોડો અમેરિકી ગ્રાહકો અને ઉદ્યોગપતિઓને મદદરૂપ થાય છે, તેમના સવાલોના જવાબો આપે છે.