રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરના માલિક અનિલ અંબાણીએ મુંબઈનો પાવર બિઝનેસ રૂા. 18,800 કરોડમાં અદાણી ગ્રુપને વેચી દીધો…

0
883

અનિલ અંબાણીએ મુંબઈમાં તેમનો પાવર બિઝનેસ અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશનને વેચી દીધો છે. આ સોદો રૂ. 18,800 કરોડમાં થયો હોવાનું જાણવા મળ્યું હતું. અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, મુંબઈમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ અદાણી ટ્રાન્સમિશનને વેચી દેવાથી મારી કંપનીની ગાડી ફરી પાટા પર આવશે. તે આવતા વરસ સુધીમાં દેવામાંથી મુક્ત થઈ જશે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરનું કુલ દેવું 22,000 કરોડ છે, જે ઘટી જશે. અદાણી દ્વારા હસ્તગત કરાયા બાદ કંપની નવા નામથી  ઓળખાશે.