રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ગૃહપ્રધાન અમિત શાહને 21મી સદીના લોખંડીપુરુષ તરીકે ઓળખાવ્યા

0
1138

તાજેતરમાં ગુજરાતના ગાંધીનગર ખાતે આયોજિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને ગૃહપ્રધાન અમિત શાહે  ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમ પ્રસંગે વકતવ્ય આપતાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, અમિતભાઈ, તમે સાચા કર્મયોગી છો. આપની શકિતઅને ઉર્જા જોઈને અમને આશ્ચર્ય થાય છે. પહેલા ગુજરાત રાજ્યને  અને પછી તમામ ભારતને આપના જેવા પ્રેરણાદાયક નેતા મળ્યા. આપે ગુજરાત માટે તેમજ દેશ માટે જે યોગદાન આપ્યું છે તે બદલ અમે દિલથી આપનો આભાર માનીએ છીએ. આ પ્રસંગે ણુકેશ અંબાણીએ અમિત શાહને સરદાર વલ્લભભાઈ પટેલ- લોખંડી પુરુષ સાથે સરખાવ્યા હતા. સરદાર અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા હતા.અમિત શાહની પ્રશંસા કરતી વખતે અંબાણીએ કલમ 370 રદ કરવાના કે અન્ય કોઈ કામ બાબત ઉલ્લેખ કર્યો નહોતો.  

   મુકેશ અંબાણીએ તેમના ગુજરાત પ્રત્યેના ખેંચાણનો પણ ઉલ્લેખ પોતાના વકતવ્યમાં કર્યો હતો. તમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આવીને હું મારી જાતને વધારે ગૌરવશાળી માનું છું. ગુજરાતની સિધ્ધિઓ અને યોેગદાન સમગ્ર ભારત માટે ગૌરવની બાબત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here