રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જીયોમાં એડિશનલ ડિરેકટર તરીકે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની ઔપચારિક નિમણૂક …

 

 દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સંતાનો – મોટા પુત્ર આકાશ અંબાણી , પુત્રી ઈશા અંબાણી અને હવે અનંત અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયા છે. આકાશ અને ઈશા બન્ને રિલાયન્સમાં જવાબદારીભર્યા સ્થાનો પર કામગીરી બજાવી રહ્યા છે. અનંત અંબાણીની તાજેતરમાં ઓડિશનલ ડિરેકટર તરીકે નિમણુક કરવામાં આવી હોવાની ઘોષણા કરવામાં આવી હતી. અનંત અંબાણી નીતા અંબાણીની સાથે આઈપીએલટીમ મુંબઈ ઈન્ડિયન્સને ચિયરઅપ કરતા વારંવાર નજરે પડ્યા છે. અનંત જામનગર ખાતેની રિફાઇનરી અને ફાઉન્ડેશનની કામગીરીમાં પણ મદદરૂપ થાય છે.