રિન્કુ ભાભી અને ડોકટર મશહૂર ગુલાટી બનનારા કોમેડિયન સુનીલ ગ્રોવરનો નવો કોમેડી શો દન દના દનનો પ્રોમો રિલિઝ

0
2037

 

કોમેડી નાઈટસ વિથ કપિલ શર્મા શોમાં રિન્કુ ભાભી અને ડોકટર મશહૂર ગુલાટીની ભૂમિકા ભજવીને બેસુમાર લોકપ્રિયતા અને પ્રસિધ્ધિ હાંસલ કરનારા અતિ પ્રતિભાશીલ હાસ્ય-કલાકાર સુનીલ ગ્રોવર હવે એક વેબ સિરિઝમાં આવી રહ્યા છે. ક્રિકેટ પર આધારિત આ વેબ સિરિઝનું નામ છે દન દના દન … સુનીલની સાથે ભાભીજી ઘર પર હૈ સિરિયલમાં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવીને ખ્યાતિ મેળવનાર અભિનેત્રી શિલ્પા શિંદે પણ ભૂમિકા ભજવી રહી છે.આ કોમેડી શોમાં સુનીલ ગ્રોવર પ્રોફેસર લલ્લુ બલ્લેવાલા ઉર્ફે એલબીડબલ્યુના અવતારમાં રજૂ થશે. 7  એપ્રિલથી આ શોનો આરંભ થશે. આ શોના આશરે 20 તી 22 એપિસોડ રજૂ કરવામાં આવશે. આ શોના પ્રોમોમાં આઈપીએલમાં રમનારી ક્રિકેટ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડીઓ પણ સુનીલ સાથે નજરે પડ્યા હતા. આ શોના એક પ્રચાર વિડિયોમાં સુનીલ ગ્રોવર સાથે સાથે જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને રોહિત પંડ્યા રજૂ થયા હતા.