રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રધુરામ રાજન કહે છેઃ કોરોના સામે લડવાની બાબતમાં સરકારના નેતૃત્વમાં દૂરંદેશીનો અભાવ છે. …

 

    રધુરામ રાજને જણાવ્યું હતું કે, કોરોનાની પ્રથમ લહેર પછી, ભારતમાં ક્રમશ રાબેતા મુજબની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું. ભારતના નેતૃત્વને લાગ્યું હતું કે, કોરોનાનો ખરાબ તબક્કો પસાર થઈ ગયો છે. હવે બધું ખોલવાનો , જીવનની તમામ ગતિ-વિધિ શરૂ કરવાનો સમય આવી ગયો છે. આથી કેન્દ્ર સરકારે દેશમાં લોકો માટે જરૂરી પૂરતી રસી બનાવવાના મુદા્ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું નહોતું. જો મોદી સરકાર પોતાનો સમય આ કાર્ય માટે ફાળવી શકી હોત તો હાલની આ ગંભીર સ્થિતિ ટાળી શકાી હોત…છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સાડા ત્રણ લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેના સંક્રમણને રોકવા સરકાર પર કડક લોકડાઉનનું દબાણ છે, પરંતુ સરકાર હજી સુધી એનો ઈન્કાર કરતી રહી છે.