
દેશ સ્વતંત્ર થયા બાદ અનેક સરકારી અને ગેર-સરકારી સંસ્થાનોઅે સરકારી વહીવટીતંત્ર વચ્ચે સ્વતંત્રતા- સ્વાયત્તતાના મુદા્ઓ અંગે વિવાદ ઊભો થતો રહ્યો છે. ચાહે એ સમાજ- વિકાસ કે સામાજિક કલ્યાણનું કાર્ય કરતી ખાનગી સંસ્થા હોય કે શૈક્ષણિક સંસ્થા હોય . પંડિત જડવાહરલાલ નહેરુના વડાપ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન 1957ના સમયગાળામાં રિઝર્વ બેન્કના ચોથા ગવર્નર બેનેગલ રામા રાવ અને સરકાર વચ્ચે તીવ્ર મતભેદો ઊભા થયા હતા. જેને કારણે બેનેગલ રામારાવે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું પડયું હતું. તે વખતે ટી ટી કૃષ્ણમાચારી ભારતના નાણાંપ્રધાન હતા. તે સમયે રિઝર્વ બેન્ક અને કેન્દ્રના નાણાંખાતા વચ્ચે મતભેદ થયો ત્યારે પંડિત નહેરુએ નાણાપ્રધાનનો પક્ષ લઈને પત્ર લખ્યો હતો. જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, જો બેનેગલ રામા રાવને એમ લાગતું હોય કે સરકારની નીતિ અનુસાર કામ કરવું તેમના માટે શક્ય નથી તો તેઓ પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે. નાણાપ્રધાન ટીટીકેએ રિઝર્વ બેન્કને નાણાં- મંત્ર્યાલયનો જ એક ભાગ ગણાવ્યો હતો. રાવને લખેલા પત્રમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે, રિઝર્વ બેન્ક સરકારને સલાહ આપી શકે છે, પરંતુ તેણે સરકાર સાથે તાલમેલ- સુમેળ જાળવીને જ કામ કરવું પડશે. સરકારની નીતિઓનું પાલન કરવા એ બંધાયેલી છે. રિઝર્વ બેન્ક અલગ પ્રકારની નીતિ અપનાવે, એ વાત જ હાસ્યાસ્પદ છે.રિઝર્વ બેન્ક સ્વાયત્ત ઢે, પરંતુ એ કેન્દ્ર સરકારના નેતૃત્વને આધીન છે. સરકારની મોટી નીતિઓનું એણે અનુસરન કરવું જોઈએ. રિઝર્વ બેન્ક સરકારના ઉદે્શો તેમજ નીતિઓને પડકારી ના શકે. કેન્દ્રની નીતિથી વિરુધ્ધ જઈને કોઈ નીતિ બનાવવાનો અધિકાર રિઝર્વ બેન્ક પાસે નથી.