

સરકાર અને આરબીઆઈ- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ ખેંચતાણ પેન્ડિંગ મુદા્ઓને કારણે છે. નાણામંત્ર્યાલય કહે છેકે, તે રિઝર્વ બેન્કની સ્વાયત્તતાનું સન્માન કરે છે. જોગવાઈ મુજબ, કેન્દ્ર સરકાર આરબીઆઈને જરૂરી આદેશ જારી કરી શકે છે. નાણાં મંત્રાલયનું કહેવું છેકે, સરકાર અને રિઝર્વ બેન્ક – બન્ને જનતાના હિત માટે કામગીરી બજાવે છે. ભારતીય અર્થતંત્ર માટે આ બન્ને વચ્ચે સુમેળ જળવાય એ અનિવાર્ય છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે જણાવ્યું હતું કે. રિઝર્વ બેન્ક પાસે સ્વાયત્તતા હોવી જરૂરી છે. તેમણે કહયું હતું કે, સરકાર રિઝર્વ બેન્કની સ્વતંત્રતાનું સન્માન કરતી નથી. આમ પરસ્પર મતભેદને કારણે ઘણી બાબતો પેન્ડિંગ રહી જાય છે.
રિઝર્વ બેન્ક પાસે જાહેર ક્ષેત્રની બેન્કોની દેખરેખ માટે વધારે સત્તા હોવી જોઈએ.