
સંસદની આકલન સમિતિને મોકલવામાં આવેલા જવાબમાં રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રધુ રાજને જણાવ્યું હતું કે, નાણાકીય કૌભાંડોની તપાસ તેમજ યુપીએ સરકારની નીતિગત પંગુતાને કારણે જ બેન્કોમાં દેવાનો ((ઋણ) ડુંગર મોટો ને મોટો થતો ગયો હતો. મોટી મોટી કંપનીઓને કશું તપાસ્યા કે જાણ્યા વિના મોટી રકંમના કરજ આપવામાં આવ્યા હતા. આ બધું દેખાદેખીને કારણે થયું હતું. જેને માટે યુપીએની સરકારની નીતિ જ જવાબદાર હતી.
રધુરાજનના આવા સ્પષ્ટ નીિવેદન બાદ હવે કોંગ્રેસની સ્થિતિ કફોડી થાય તો નવાઈ નહિ. કોંગ્રેસ પોતાનો બચાવ કરવા શું કહે છે એ જોવાનું રહે છે.