રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ  ગવર્નર ઉર્જિત પટેલની બ્રિટાનિયા કંપનીના એડિશનલ ડિરેકટર તરીકે નિયુક્તિ ..

 

 રિઝર્વબેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે લગભગ બે વરસ સુધી કાર્યભાર સંભાળનારા ઉર્જિત પટેલને હવે બ્રિટાનિયા કંપનીમાં ઊંચા હોદા્ પર મહત્વની જવાબદારી આપવામાં આવી છે. . તેમને બ્રિટાનિયા કંપનીએ એડિશનલ ડિરેકટર તરીકે નીમ્યા છે. તેઓ આગામી પાંચ વરસ સુધી આ પદ સંભાળશે. તાજેતરમાં ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રગટ કરાયેલા અહેવાલ અનુસાર, સ્ટોક માર્કેટને આપવામાં આવેલી માહિતી અનુસાર, બ્રિટાનિયા કંપની વતી જણાવવવામાં આવ્યું હતું કે, 31 માર્ચ, 2021ના કંપનીના ડિરેકટર બોર્ડની એક બેઠક મળી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 31 માર્ચ, 2021થી 30 માર્ચ 2026 સુધી ઉર્જિત પટેલ કંપનીનું એડિશનલ ડિરેકટરનું પદ સંભાળશે.   રધુરામ રાજનના ગયા પછી એનડીએ સરકારે ઉર્જિત પટેલની રિઝર્વ બેન્કના ગવર્નર  તરીકે નિમણુક કરી હતી. ઉર્જિત પટેલે 2016- 2018 સુધી બે વરસ માટે આરબીઆઈના ગવર્નર તરીકે ફરજ બજાવી  હતી. તેઓ અગાઉ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરનો  હોદો્ સંભાળતા હતા. હાલમાં તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક ફાયનાન્સ એન્ડ પોલિસીના અધ્યક્ષ છે. આ સિવાય તેઓ આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સના રોકાણ સલાહકાર તરીકે કામગીરી બજાવી રહ્યા છે.