રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના હોદા્ પરથી આપેલું રાજીનામું – રાજીનામું અંગત કારણોસર આપ્યું હોવાનું જણાવ્યું …

0
683

 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હોવાનું સત્તાવાર માહિતી – સૂત્રોએ જણાવ્યું હતું. તેમની અગાઉ આરબીઆઈનું  ગવર્નર પદ સંભાળનારા રધુરામ રાજને પણ રાજીનામું આપી દીધું હતું. ઉર્જિત પટેલના રાજીનામા અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં રધુરામ રાજને કહ્યું હતું કે, આરબીઆઈમાં બની  રહેલી ઘટનાઓની દરેક ભારતીયને ચિંતા થવી જોઈએ .

છેલ્લા કેટલાક મહિનાોથી સરકારના વહીવટીતંત્ર અને આરબીઆઈ વચ્ચે અનેક મુદા્ઓ બાબત મતભેદ છે.બન્ને વચ્ચે કેટલાક વિવાદાસ્પદ મુદા્ઓ પણ છે. ગત 19 નવેમ્બરના સરકાર અને આરબીઆઈ વચ્ચે થયેલી મંત્રણાને કારણે કેટલાક વિવાદો ઉકેલી પણ શકાયા હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉર્જિત પટેલની કામગીરીની પ્રશંસા કરી હતી.