રાહુલ ગાંધી દેશ માટે ગોળી ખાવા પણ તૈયાર છેઃ પ્રિયંકા ગાંધી

ખાનપુરઃ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે મોદીજીએ મારા ભાઈ પાસેથી શીખવું જોઈએ. મારો ભાઈ કહે છે કે હું દેશ માટે ગાળો શું ગોળી ખાવા પણ તૈયાર છું. પ્રધાનમંત્રી એક યાદી બનાવે છે કે તેમને 91 વખત અપશબ્દો આપવામાં આવ્યા. આ લોકોએ મારા પરિવારને એટલી ગાળો આપી છે કે એક પુસ્તક છપાવવી પડશે.
પ્રિયંકાએ કર્ણાટકના જામખંડીમાં એક જનસભાને સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કુડાચીમાં રોડ શો પણ કર્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે કોઈએ વડાપ્રધાન કાર્યાલયમાં બેસીને યાદી બનાવી છે. તે યાદી પ્રજા કે ખેડૂતોની સમસ્યાઓની નથી. આ લિસ્ટમાં એ માહિતી છે કે કોણે મોદીજીને કેટલી ગાળો આપી. પ્રિયંકાએ કહ્યું કે મોદીજીને અપાયેલી ગાળો એક પેજમાં આવી છે. આ લોકોએ મારા પરિવારને જે ગાળો આપી છે તેની યાદી બનાવું તો પુસ્તક છપાવવી પડે.
પ્રિયંકાએ કહ્યું કે મેં આવા પહેલા પ્રધાનમંત્રી જોયા છે, જે લોકો સામે રડે છે કે મને ગાળો આપે છે. પ્રધાનમંત્રી લોકોનું દુ:ખ સાંભળવાને બદલે તેમનું દુ:ખ બધાને સંભળાવે છે. મોદીજીએ હિંમત રાખવી જોઈએ. બધું સહન કરવું પડે છે, હિંમત રાખવી પડશે.
ખાનપુરમાં જનસભાને સંબોધિત કરતી વખતે પ્રિયંકાએ આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ માટે એક મોટું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે આંગણવાડીનો પગાર રૂ. 15,000, મીની આંગણવાડી રૂ. 10,000 અને આશા કાર્યકરોનો પગાર રૂ. 8,000 થશે. વધુમાં તેમણે કહ્યું કે આંગણવાડીમાંથી નિવૃત્તિ પછી રૂ. 3 લાખ અને મીની આંગણવાડીમાંથી નિવૃત્તિ પછી રૂ. 2 લાખ આપવામાં આવશે.