
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસ માટે દુબઈ- અબુધાબીના પ્રવાસે ગયા છે. તેઓ દુબઈમાં વસતા ભારતીય સમુદાયની મુલાકાત લેશે. ત્યાં સ્થાયી થયેલા ભારતીયો સાથે વાતચીત કરીને એમના જીવન અને કારકિર્દી બાબત માહિતી મેળવશે. તેઓ ત્યાં વિદ્યાર્થીઓને તેમજ વેપારીઓને મળશે. તેમની સાથે જાણીતા ટેકનોક્રેટ સેમ પિત્રોડા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમાન ચાંડી પણ છે. રાહુલ ગાંધી જયારે દુબઈ પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક લોકો તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. લોકોના ટોળાએ રાહુલ રાહુલના નારાઓ કર્યા હતા.