રાહુલ ગાંધી કહે છેઃ મેં કોંગ્રસ પાર્ટી સાથે જ લગ્ન કરી લીધા છે.

0
961
REUTERS
REUTERS

રાષ્ટ્રીય કોંગ્રસ પક્ષના પ્રમુખ  રાહુલ ગાંધી તાજેતરમાં હૈદરાબાદની મુલાકાતે ગયા હતા. ત્યારે કેટલાક સ્થાનિક પત્રકારોએ રાહુલ ગાંધીને તેમના લગ્ન વિષયક પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે તેમણે આપેલો જવાબ સાંભળીને પહેલાં તો સહુ ચોંકી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું તો પહેલેથી જ પરીણિત છું. જોકે ત્યારબાદ તેમણે તરત જ સ્પષ્ટતા કરી હતી કે,મેં તો કોંગ્રેસ પાર્ટી સાથે જ લગ્ન કરી લીધાં છે…