રાહુલ ગાંધી કહે છેઃ કોંગ્રેસના પ્રમુખપદથી રાજીનામું આપવાનો યાદવ લગેરે નિર્ણય મેં મારી જવાબદારી સ્વીકારીને લીધો છે. આથી હવે ગમે તે થાય, હું મારા નિર્ણયમનાંથી પીછેહઠ કરીશ નહિ

0
789

લોકસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપનારા રાહુલ ગાંધીને રાજીનામું પાછું ખેંચી લેવા માટે અનેક કાર્યકરો તેમજ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ સમજાવ્યા હતા. પરંતુ રાહુલ ગાંધી એમનું રાજીનામું પાછું ખેંચી લેવા તૈયાર નથી. તાજેતરમાં રાહુલ ગાંધીએ હરિયાણામાં કાર્યકરોની બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે, મેં મારી નૈતિક જવાબદારી સમજીને મારા પ્રમુખપદનું રાજીનામું આપી દીધું હતું, પણ હું બીજી કોઈ વ્યક્તિને રાજીનામું આપવાની ફરજ ના પાડી શકું..મારો આ અડગ નિર્ણય છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને લક્ષમાં રાખીને પક્ષની રણનીતિ કેવી હોવી જોઈએ, તે વિષે કાર્યકર્તાઓએ નેતાઓ સાથે ચર્ચા- વિચારણા કરવી જોઈએ. તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજયના પ્રભારી ગુલામ નબી આઝાદ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર હુડા, અજયસિંહ યાદવ વગેરે નેતાઓએ હાજરી ઐઆપી હતી.