રાહુલ ગાંધી ઉવાચઃ કોંગ્રેસ પુનઃ જનતાનો વિશ્વાસ સંપાદન કરશે

0
779
REUTERS
REUTERS

તાજેતરમાં યોજાયેલી ત્રણ રાજ્યો ત્રિપુરા, મેધાલય અને નાગાલેન્ડની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. વરસોથી ડાબેરીઓનો ગઢ ગણાતા ત્રિપુરામાં આ વખતે 25 વરસ બાદ ભારતીય જનતા પક્ષે બહુમતી બેઠકો હાંસલ કરી છે. અહીં ટૂંક સમયમાં ભાજપની સરકાર રચાશે. મેઘાલયમાં ભાજપને માત્ર બે જ બેઠકો મળી, જ્યારે નાગાલેન્ડમાં પણ અન્ય મોરચા સાથેના ગઠબંધનમાં ભાજપે બહુમતી મેળવી લીધી છે. મેઘાલયમાં કોંગ્રસ પક્ષને સૌથી વધુ બેઠકો મળી હોવા છતાં  એ સરકાર રચવાની સ્થિતિમાં નથી. ચૂંટણીના આ પરિણામે દ્વારા જનતાએ પોતાનો ચુકાદો આપી દીછે છે. એ વિશે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે જનતાના ચુકાદાનો આદરથી સ્વીકાર કરીએ છીએ. કોંગ્રેસ જનતાના ફેંસલાનું સન્માન કરે છે. નોર્થ ઈસ્ટના રાજ્યોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવામાટે અમારો પક્ષ કામગીરી બજાવી રહ્યો છે અને અમારો પક્ષ પુનઃ જનતાનો વિશ્વાસ સંપાદિત કરશે. તેમણે ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે, નાણાના જોરે મેઘાલયમાં પણ તેઓ સત્તા હાંસલ કરવાની પ્રવ઼ૃતિ આદરી રહ્યા છે. ગોવા અને મણિપુરની જેમ તેઓ મેઘાલયમાં પણ જનાદેશની ઉપેક્ષા કરી રહ્યા છે.