રાહુલ ગાંધીનો આક્ષેપઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરંગી યોજનાઓને લીધે દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. …

0
658
REUTERS

 

REUTERS

કોંગ્રસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ મૂકતાં કહયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાતજાતની તરંગી યોજનાઓને લીધે આપણા દેશનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. સરકાર એ તંત્રને પુનઃ જીવંત કરવા માટે, પગભર કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી 3.6 લાખ કરોડ રૂપિયા માગી રહી છે. રાહુલ ગાંધીએ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શ્રી ઉર્જિત પટેલને વિનંતી કરી હતી કે, ભાજપની સરકારની નીતિઓનું અનુસરણ ના કરે, રિઝર્વ બેન્કને જે નીતિઓ અયોગ્ય જણાય તેનો વિરોધ કરે અને દેશના અર્થતંત્રની રક્ષા કરે.

 ભૂતપૂર્વ નાણાંપ્રધાન પી. ચિદંબરમે એવો દાવો કર્યો હતો કે, દેશનું આર્થિકતંત્ર હાલમાં બહુજ ખરાબ તબક્કમાંથીપસાર થઈ રહયું છે.દેશના અર્થતંત્રની હાલત નાજુક છે. સરકાર રાજયકોશને સંબંધિત ખાદ્યના સંકટમાંથી પસાર થઈ રહી છે. ચૂંટણી નિ્કટ આવી રહી છે એટલે સરકાર વધુ ખર્ચ કરવા માગે છે. નાણાં પ્રાપ્ત કરવાના તમામ દરવાજા બંધ હોવાને કારણે મોદી સરકારની નજર આરબીઆઈના રિઝર્વ ફંડ પર પડી છે.

જો કે પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારે રિઝર્વ બેન્ક પાસે કોઈ પૈસા માટે માગણી કરી નથી. મોદી સરકારે આ વાતને અફવા ગણાવી હતી.