નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે સરકારને તમામ કોવિડ-૧૯ સંબંધિત ઉપકરણો પર જીએસટી માફ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા સેનિટાઇઝસે, સાબુ અને માસ્ક ઉપર આ સમયે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (ઞ્લ્વ્) વસૂલ કરવો તે ખોટું છે. તેમણે હિન્દીમાં ટ્વિટ કર્યું હતું કે, કોવિડ-૧૯ના આ મુશ્કેલ સમય દરમિયાન, અમે સતત માંગણી કરી રહ્યા છીએ કે આ રોગચાળાના સંચાલનને લગતા તમામ નાના મોટા સાધનો પર જીએસટી ન લાગે. તેમણે કહ્યું, રોગ અને ગરીબીથી પીડિત લોકો પાસેથી સેનિટાઇઝર, સાબુ, માસ્ક, મોજા વગેરે પર ઞ્લ્વ્. એકત્રિત કરવું ખોટું છે. અમે ઞ્લ્વ્જ્શ્વફૂફૂઘ્ંર્શ્વંીઁની અમારી માંગણી સાથે ઊભા રહીશું. સરકાર દ્વારા તેમના પર લગાવાયેલા જીએસટી સાથેની વસ્તુઓની સૂચિમાં સેનિટાઇર્ઝસ, લિક્વિડ હેન્ડ વોશ અને ફર્નિચર જેવા કે હોસ્પિટલના પલંગ, ડાયગ્નોસ્ટિક પર અને એક્ઝામિનેશન ટેબલ પર ૧૮%, રક્ત પરીક્ષણ પટ્ટાઓ પર ૧૨%, મેડિકલ ગ્રેડ ઓક્સિજન અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પર, અને માસ્ક પર ૫% જીએસટી વસૂલવામાં આવે છે. કિટ્સ અને રસી સહિત કેટલીક જીવન બચાવવાની દવાઓનો સમાવેશ થાય છે. યુવા કોંગ્રેસે અલગથી એક અભિયાન શરૂ કર્યું હતું જેમાં માંગ કરવામાં આવી હતી કે કોરોનાવાયરસથી સંબંધિત સાધનસામગ્રી પર જીએસટી ન લાગે