રાહુલ ગાંધીએ નાણાપ્રધાન અરુણ જેટલીના રાજનામાની માગણી કરી …રાહલનો આક્ષેપ …અરુણ જેટલીની પુત્રી મેહુલ ચોકસીની કંપનીના પે- રોલ પર હતી.

0
834

નીરવ મોદી અને મેહુલ ચોકલી પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી છે. પંજાબ નેશનલ બેન્કના હજારો કરોડ રૂપિયાની તફડંચી કરનારા હીરાના વ્યાપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી બન્ને ભારત છોડીને ભાગી ગયા છે. ત્યારબાદ તેમને છાવરવામાં મહત્વનો ભાગ ભજવનારી વ્યક્તિઓના ના મ પ્રકાશિત થઈ રહયા છે નાણાપ્રધાન અરુણ જેટલીની પુત્રી  સોનાક્ષી જેટલી અને જયેશ બક્ષી મેહુલ ચોકસી સંચાલિત ગીતાંજલિ જેમ્સ કંપનીના પે- રોલ પર હતા. સોનાક્ષી અને જયેશ – બન્ને એડવોકેટ છે. તેઓ ગીતાંજલિ જેમ્સની કોર્પોરેટ બાબતો સંભાળતાં હતા. તેઓએ મેહુલ ચોકસીની બનાવટી કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ પાસેથી ડિસેમ્બર 2017માં 24 લાખ રૂપિયાની રિટેનરશિપ સ્વીકારી હતી. રાહુલ ગાંધીએ નાણાંપ્રધાન અરુણ જેટલી પર આરોપ મૂકતા જણાવ્યું હતું કે, તેમણે મેહુલ ચોકસીની ફાઈલો દબાવી  રાખી હતી અને તેને દેશ બહાર ભાગી જવા દીધો હતો.