
સાેમવારે 6મેના દિવસે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન યોજાવાનું છે.ત્યારે રાહુલ ગાંધીએ પ્રચાર કરવા માટેનો નવો રસ્તો અપનાવ્યો છે. મતદાતાઓને ઈમોશનલી પોતાના પક્ષમાં લઈને રિઝવવાનો . મતદાતાઓને લાગણીસભર પત્ર લખીને મતો હાંસલ કરવાનો આ અનોખો રસ્તો છે. રાહુલગાંધીએ પત્ર લખીને અમેઠીને પોતાના કુટુંબ જેવું ગણાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમેઠી સાથે તેમને ભાવનાત્મક સંબંધ રહેલો છે. પરિવારના સભ્યો વચ્ચે જે રીતે સંબંધ હોય છે, એ જરીતે તેમનો અમેઠીની પ્રજા સાથે સંબંધ છે. અમેઠીની પ્રજા તેમને મતઆપીને ચૂંટી કાઢે છે. તેો ગરીબ અને કમજોર લોકોની મદદ માટે હંમેશા તૈયાર છે. તમામ લોકોને ન્યાય મળે તે માટે તેો ખાર્ય કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમમે સમગ્ર દેશને ઉત્તરથી દક્ષિણ , પૂર્વથી પશ્ચિમને જોડવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ અમીરો માટે કામ કરતો પક્ષ છે. કોંગ્રેસ ગરીબો, મહિલાઓ અને નાના દુકાનદારો માટે કા4મ કરે છે. ભાજપ માત્ર દેશના 15-20 ઉદ્યોગપતિઓને દેશની માલિકી આપવા માગે છે. ભાજપના લોકો જણતા નથીકે અમેઠીની તાકાત સ્વાભિમાન અને સાદગીમાં રહેળી છે. તમે ગમે તેટલા પૈસાની નદીૂઓ વહાવશો , તોપણ કશો ફરક પડવાનો નથી. અમેઠીની પ્રજાને તેમનું વચન છેકે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર સત્તા પર આવશે તો ભાજપ ે અમેઠીમાં વિકાસના જે કામ રોકી રાખ્યા છે તે તરત જ શરૂ કરી દેવામાં આવશે.