
બુધવારે 22 એપ્રિલે મળેલા સમાચાર અનુસાર, ભોપાળની ચિરાયુ હોસ્પિટલમાં સાંજે 44 જણાને કોરોનામાંથી સાજા કરીને ઘરે જવાની રજા આપવામાં આવી હતી. હજી આ હોસ્પિટલમાં 40 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ તમામ લોકોનું પોલીસે બેન્ડ વગાડીને, ફૂલહાર પહેરાવને સન્માન કર્યું હતું. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ ચૌહાણે ઉપરોક્ત દર્દીઓને શુભકામના પાઠવી હતી. તેમણે જનતાને ઉત્સાહિત કરતો આશાભર્યો સંદેશ આપા્યો હતો કે, ઘરમાં રહો. સુરક્ષિત રહો. નિયમોનું ચુસ્તપણે પાલન કરો, આપણે કોરોનાને હરાવીશું