રાહતના સમાચારઃ ઈઝરાયલે કોરોનાની રસી બનાવી લીધી. ….

0
790

 

         તાજેતરમાં મળેલા સમાચાર અનુસાર, ઈઝરાયલના વિજ્ઞાનીઓે કોરોના પ્રતિરોધક રસી તૈયાર કરી લીધી છે. ઈઝરાયલના રક્ષામંત્રીના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના ડિફેન્સ વિભાગની બાયોલોજિકલ ઈન્સ્ટીટયૂટે કોરોના વાયરસની રસી બનાવી લીધી છે. આ  બાયોલોજિકલ ઈન્સ્ટીટયૂટ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુની  ઓફિસની અંતર્ગત, સંશોધનનું કાર્ય કરી રહી છે. રક્ષામંત્રીના જણાવ્યા અનુસાર, આ રસી કોરોના ગ્રસિત દર્દીના શરીરમાં પ્રવેશીને કોરોના વાયરસનો નાશ કરે છે. હજી આ રસીની માનવ શરીર પર ટ્રાયલ કરવામાં આવી નથી. પરંતુ નજીકના ભવિષ્યમાં આ રસીની માનવ શરીર પર ટ્રાયલ કરવામાં આવે એવી સંભાવના છે. . આ રસી સંપૂર્ણ પણે તૈયાર થઈ ગયા બાદ, તમામ પરીક્ષણોમાંથી પસાર થયા પછી ઉપયોગમાં લેવાશે. આંતરરાષ્ટ્રીય ધોરણે એના વેચાણ માટે પણ વાતચીત કરવામાં આવશે.