રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ૨૯ મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યા 

 

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્ટે રાષ્ટ્રમાં અસામાન્ય પ્રદાન કરનારા ૨૯ મહિલાઓને નારી શક્તિ પુરસ્કાર એનાયત કર્યા છે. ૨૦૨૦-૨૦૧૧ દરમિયાન આ મહિલાઓએ નારી સશક્તિકરણ માટે કરેલાં યોગદાનને લક્ષ્યમાં લઇ આ પુરસ્કારો આપવામાં આવ્યા છે. પુરસ્કાર વિજેતાઓનાં પસંદગીકરણ વખતે દેશમાં સામાન્યત એક તરફ મુકાઈ ગયેલી જાતિઓ અને જ્ઞાતિઓ ઉપર વધુ લક્ષ્ય કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ નારી શક્તિ પુરસ્કાર કેન્દ્રનાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય દ્વારા જે મહિલાઓએ અસામાન્ય પ્રદાન રાષ્ટ્રીય સ્તરે રાજય સ્તરે કે ગ્રામીણ કે કુટુબ સ્તરે કર્યુ હોય તેમને આપવામાં આવે છે. તે પુરસ્કાર વ્યક્તિગત સ્તરે અપાય છે. તેમજ બાળ-મહિલા-કલ્યાણ સાથે જોડાયેલી સંસ્થાઓને પણ અપાય છે. 

આ એવોર્ડઝ એન્રપ્રેન્યોરશિપ (સાહસિક વ્યાપાર વાણિજ્યમાંથી) માટે નવીનીકરણ માટે, સંશોધનને માટે, સામાજિક કાર્યો માટે શિક્ષણ, ભાષાઓમાં કરાયેલાં પ્રદાન, કલા-કારીગરી અને ૮ (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)માં કરાયેલાં પ્રદાન માટે અપાય છે. 

આ વખતનાં પુરસ્કાર વિજેતાઓમાં સોશ્યલ એન્ટ્રપ્રેન્યોર (સામાજિક ઉદ્યમ સાહસિક) અનિતા ગુપ્તા કૃષિ અને અનુસૂચિત જનજાતિ અંગેનાં કાર્યકર ઉષાબેન દિનેશભાઈ વષાવા, નવીનીકરણ પ્રણેતા, નાસીરા અખ્તર, ઇન્ટેલ-ઇડીયાના ભારત વિભાગના વડા, નિવૃત્તિરાય, શારિરીક ક્ષતિ છતાં શ્રેષ્ઠ કથક નૃત્ય કરનાર સયાલી, નંદકીશોર અગવાને પણ બચાવવાની ઝુંબેશ સૌથી પહેલી જગાડનાર, વનીતા જગદેવ બોર્ડ અને ગણિત શાસ્ત્રી, નીના ગુપ્તા સમાવિષ્ટ છે. 

અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરી હતી. અને કહ્યું હતું કે ભારત સરકારનાં વોકલ ફોર લોકલ સૂત્રને સાકાર કરવામાં મહિલાઓનું પ્રદાન મહત્ત્વનું બની રહે છે. સાથે તેઓએ કહ્યું હતું કે કુટુમ્બોમાં નિર્ણય લેવામાં બહેનોએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની રહે છે, તે માટે તેઓનું આર્થિક-સશક્તિકરણ અનિવાર્ય છે.