રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નિવેદન – પોકસોના કાયદાની અંતર્ગત આવનારા ગુનાઓમાં આરોપીઓને દયાના અધિકારથી વંચિત રાખવા જોઈએ.

0
1058


ભારતના રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિંદજીએ માઉન્ટ આબુ ખાતે બ્રહ્માકુમારી સંસઅથા દ્વારા આયોજિત કરવામાં આવેલા મહિલા સશક્તીકરણના રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, પોક્સો સહિતના અપરાધો આચરનારા અપરાધીઓમાટે ાપણા સંવિધાનમાં દયાની અરજીનો અધિકાર આપવામાં આવ્યો છે.
મેં એ અંગે પુન વિચારણા કરવાની સરકાર અને સંસદને ભલામણ કરી છે.
        રાષ્ટ્રપતિજીએ જણાવ્યું હતું કે, મેં ભલામણ કરી છેકે, પોકસો એકટ હેઠળ આચરવામાં આવતા ગુનાના આરોપીઓને દયાની અરજીના અદિકારથી હંમેશા માટે વંચિત કરી દેવામાં આવે.આવા અપરાધીઓને દયાની અરજીનો અદિકાર આપવાની કોઈ જ આવશ્યકતા નથી. હવે મેં તો સૂચન કરી દીધું છે. એ્ંગે સંસદે આગળ પગલું ભરવાનું છે. આપણા સંવિધાનમાં સંશોધન કરીને , બધાની સહમતીથી આગળ વધવાની જરૂરત છે.