રાષ્ટ્રપતિ ભવનમાં દેશની ૧૦૬ હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા

 

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના ૧૦૬ અગ્રણીય લોકોને પદ્મ પુરસ્કાર અર્પણ કરી સન્માનિત કર્યા હતા. રાષ્ટ્રપતિએ પહેલું સન્માન આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું કર્યું. તેમની દીકરીએ પિતાને મળેલ પદ્મ વિભૂષણ ગ્રહણ કર્યો. ત્યાર પછી કુમાર મંગલમ્ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રમાં યોગદાન માટે સન્માનિત કરાયા. બિરલા પરિવારમાં પદ્મ પુરસ્કાર મેળવનારા કુમાર મંગલમ્ ચોથી વ્યક્તિ બન્યા છે. પંડવાની ગાયિકા ઉષાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા. એવોર્ડ મેળવતા પહેલાં તેમણે વડાપ્રધાન મોદીને પ્રણામ કર્યા. ત્યારબાદ રાષ્ટ્રપતિને પગે લાગી એવોર્ડ ગ્રહણ કર્યો. લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ સહિત ઘણા લોકો હાજર રહ્ય્ાા હતા.

પ્રોફેસર બાલકૃષ્ણ દોષીને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા. તેમની દીકરીએ આ એવોર્ડ લીધો. ગાયક સુમન કલ્યાણપુરને પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો. પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ એમ કૃષ્ણાને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો. આ ઉપરાંત ઉષા બરલે પદ્મશ્રી, મંગલાકાંત પદ્મશ્રી, ભાનુભાઈ ચિતારા પદ્મશ્રી, હિરાબાઈ લોબી પદ્મશ્રી, પ્રભાકર ભાનુદાસ પદ્મશ્રી, નાડોજા પિંડીપાપનહલ્લી પદ્મશ્રી, પ્રોફેસર મહેન્દ્ર પાલ પદ્મશ્રી, એન્જિનિયરિંગ નલિની પાર્થ-સારથી પદ્મશ્રી, હનુમંત રાવ પદ્મશ્રી, રમેશ રઘુનાથ પદ્મશ્રી, વી. પી. અપ્પુકુટ્ટન પદ્મશ્રી, એસઆરડી પ્રસાદ પદ્મશ્રી, ચિંતલપતિ પદ્મશ્રી, ડો. બંડી રામકૃષ્ણ રેડ્ડી પદ્મશ્રી, મનોરંજન સાહુ પદ્મશ્રી, સ્વામી સચ્ચિદાનંદ પદ્મશ્રી, ગુરચરણ સિંહ પદ્મશ્રી, લક્ષ્મણ સિંહ પદ્મશ્રી, પ્રકાશ ચંદ્ર સૂદ પદ્મશ્રી, નૈહુનાઓ પદ્મશ્રી, એસ. સુબ્બારામન પદ્મશ્રી. વિશ્ર્વનાથ પ્રસાદ પદ્મશ્રી, ધનીરામ ટોટો  પદ્મશ્રી, જી. વેલુચ્યામી પદ્મશ્રી, કર્મ વાંગચુ પદ્મશ્રી, ગુલામ મુહમ્મદ પદ્મશ્રી, જોધૈયા બાઈ પદ્મશ્રી, સંકુરાત્રી પદ્મશ્રી, શ્રી રામન પદ્મશ્રી, નરેન્દ્ર ચંદ્ર પદ્મશ્રી, વાડીવેલ પદ્મશ્રી, હેમચંદ્ર ગોસ્વામી પદ્મશ્રી, પ્રીતિક્ના ગોસ્વામી પદ્મશ્રી, મોડાદુગુ વિજય પદ્મશ્રી, દિલશાદ હુસૈન પદ્મશ્રી, ભીખુ રામજી પદ્મશ્રી, રતન સિંહ જગ્ગી પદ્મશ્રી, વિક્રમ બહાદુર પદ્મશ્રી, રાકેશ ઝુનઝુનવાલા પદ્મશ્રી, રતન ચંદ્રકર પદ્મશ્રી, ગુરબ કુપ્પીયા સુંદરમ્ પદ્મશ્રી, મહીપતરાય કવિ પદ્મશ્રી, માગુની ચરણ પદ્મશ્રી, ડો. અરવિંદ કુમાર પદ્મશ્રી, રિસિંગબોર પદ્મશ્રી, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિવિલ ઇન્વેસ્ટિચર સમારંભમાં ગુજરાતમાંથી પ્રો. બાલકૃષ્ણ દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રે પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિએ ભાનુભાઈ ચુનીલાલ ચિતારા અને મહીપતરાય પ્રતાપરાય કવિને કળા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો. ઉપરાંત, રાષ્ટ્રપતિએ હીરબાઈબહેન ઇબ્રાહીમભાઈ લોબીને સામાજિક કાર્ય ક્ષેત્રે તેમજ પ્રો. મહેન્દ્ર પાલ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પદ્મ પુરસ્કાર એનાયત કર્યો હતો.

ભજનીક હેમંત ચૌહાણનો જન્મ ૧૯૫૫માં ગુજરાતના રાજકોટ જિલ્લાના કુંદણી ગામમાં થયો હતો. તેમનું વિશેષ પ્રદાન ભજનક્ષેત્રે છે. તેમણે ગુજરાતી ભજન-સંતવાણીનાં અનેક આલ્બમોમાં પોતાનો સ્વર આપ્યો છે. આ ઉપરાંત ગુજરાતી ગરબાનાં કેટલાય આલ્બમોમાં પણ તેમણે પોતાનો સ્વર આપ્યો છે. શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્ત્વની વિશેષતા છે.

સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂ‚ં પાડ્યું છે. ઉપરાંત વર્ષ ૨૦૦૪માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદ‚પ થઈ. વર્ષ ૨૦૦૬માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.

બિઝનેસમેન કુમાર મંગલમ્ બિરલાને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. બિરલા પરિવારમાં પદ્મ પુરસ્કાર મેળવનારા ચોથી વ્યક્તિ બન્યા. આ પહેલા તેમની માતા રાજશ્રી બિરલા, દાદા વસંત કુમાર અને પરદાદા ઘનશ્યામ દાસ બિરલાને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ઓઆરએસના ઉપયોગને પ્રોત્સાહન આપીને હજારો લોકોના જીવ બચાવ્યા હતા. દિલીપે જ ઓઆરએસની શોધ કરી હતી. આ વિશ્ર્વભરમાં દર વર્ષે ૫૦ મિલિયન લોકોના જીવન બચાવે છે. ડો. દિલીપ બાળરોગ નિષ્ણાત હતા. ઓક્ટોબર ૨૦૨૨માં કોલકાતામાં તેમનું અવસાન થયું હતું. તેમણે કન્નડ, મરાઠી, અને અંગ્રેજી ભાષામાં ઘણા પુસ્તક લખ્યાં છે. ૧૯૯૬માં તેમણે પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ૨૦૦૬માં સેવા કાર્યો માટે તત્કાલિન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.