રાષ્ટ્રપતિ દ્વારા બાલાકોટ એર સ્ટ્રાઇકના હીરો અભિનંદનને વીરચક્ર એનાયત

 

નવી દિલ્હીઃ પાકિસ્તાનની ધરતીમાં ઘુસીને તેના ફાઈટર વિમાન F-16ને ધ્વસ્ત કરી દેનાર બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અભિનંદન વર્ધમાનને વીરચક્રથી  સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માનિત કરાયા છે. અભિનંદનના સન્માન દરમિયાન રાષ્ટ્રપતિ ભવન તાળિઓથી ગુંજી ઊઠ્યું હતું. અભિનંદને ૨૦૧૯માં પાકિસ્તાનીF-16 લડાકુ વિમાનને હવાઈ યુદ્ધમાં ધ્વસ્ત કર્યું હતું. એ સમયે તેઓ વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા.

એવોર્ડ સેરેમનીમાં અભિનંદન વર્ધમાનની નવી સ્ટાઈલની મૂછોએ ખાસ્સી ચર્ચા જગાવી હતી. બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે અભિનંદનની લાંબી મૂછો હતી. તે સમયે વળાંક ધરાવતી લાંબી મૂછો આખાય દેશમાં ચર્ચા જગાવી હતી. યુવાનો, નેતાઓમાં તે સ્ટાઈલ આઈકોન બન્યો હતો. આજે રાષ્ટ્રપતિ ભવનમાં અભિનંદન એવોર્ડ લેવા પધાર્યા ત્યારે તેને મૂછો અણિયાળી રાખી હતી. નવી સ્ટાઈલની મૂછોની પણ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે