રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ૧૩ રાજયોના ગવર્નર-એલજી બદલ્યા

 

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ૧૩ રાજયોના રાજયપાલો અને એલજીની ફેરબદલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીનું રાજીનામું મંજૂરી કરી લીધું છે. હવે ઝારખંડના ગવર્નર રમેશ બૈંસને મહારાષ્ટ્રના નવા રાજયપાલ બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૨ રાજયોમાં રાજયપાલ અને ઉપ-રાજયપાલ (એલજી) બદલવામાં આવ્યા છે. ભગતસિંહ કોશ્યારીએ ગયા વર્ષે નવેમ્બરમાં અમિત શાહને પત્ર લખીને પોતાના પદ પરથી રાજનામું આપવાની ઇચ્છા વ્યકત કરી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા બે રાજયપાલોના રાજીનામા મંજૂર કરી લેવામાં આવ્યા છે. જેમાં ભગતસિંહ કોશ્યારી ઉપરાંત લદ્દાખ ઉપ-રાજયપાલ રાધાકૃષ્ણ માથુરનું નામ પણ સામેલ છે. તેમની જગ્યાએ અ‚ણાચલના બ્રિગેડડિયર બીડી મિશ્રાને લદ્દાખના એલજી બનાવવામાં આવ્યા છે.

જયારે, રાષ્ટ્રપતિએ લેફટનન્ટ જનરલ કૈવલ્ય ત્રિવિકમ પારનાઇકને અ‚ણાચલ પ્રદેશના રાજયપાલ તરીકે નિયુકત કર્યા છે. લક્ષ્મણ પ્રસાદ આચાર્યને સિક્કિમના રાજયપાલ, ઝારખંડના સીપી રાધાકૃષ્ણન, આસામના ગુલાબચંદ કટારિયા, હિમાચલ પ્રદેશના શિવ પ્રતાપ શુકલા, આંધ્ર પ્રદેશના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) એસ અબ્દુલ નઝીરને રાજયપાલ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. આંધ્ર પ્રદેશના રાજયપાલ બિસ્વ ભૂષણ હરિચંદનને રાષ્ટ્રપતિ દ્વારા છત્તીસગઢના રાજયપાલ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. છત્તીસગઢના રાજયપાલ અનસૂયા ઉઇકેની મણિપુરના રાજયપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 

આ ઉપરાંત, મણિપુરના રાજયપાલ એલ. ગણેશનને નાગાલેન્ડના રાજયપાલ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. બિહારના રાજયપાલ ફાગુ ચૌહાણને મેઘાલયના રાજયપાલ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના રાજયપાલ રાજેન્દ્ર આર્લકરને બિહારના રાજયપાલ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. છત્રપતિ શિવાજીમહારાજ બાબતના નિવેદનને લઇને વિવાદોમાં રહેલા મહારાષ્ટ્રના પૂર્વ રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ ૬ ડિસેમ્બરે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને માર્ગદર્શન માગ્યું હતું. તેમણે ગૃહપ્રધાનને પૂછયું હતું કે શું તેઓ આ પદ પર રહી શકે છે કે નહી. કોશ્યારીએ ૧૯ નવેમ્બરે ઔરંગાબાદ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં શિવાજીને જૂના દિવસોના આઇકોન ગણાવ્યા હતા. કોશ્યારીની સાથે આ