રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

 

અમદાવાદ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. રાષ્ટ્રપતિ મૂર્મુએ ગાંધી આશ્રમની મુલાકાત લઈને પોતાની ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ગાંધી આશ્રમમાં તેમણે કસ્તુરબાનો ‚મ તેમજ હૃદય કુંજની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી કરોડો ‚પિયાના વિકાસકાર્યોને ખુલ્લા મુકશે. અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લઈને પોતાના કાર્યની શ‚આત કરી હતી. ગાંધીનગરમાં આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને બંદર વિકાસને લગતી વિવિધ યોજનાઓનું લોકોર્પણ કરી. ગુજરાત સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે.