રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોની નિમણુક કરી

0
879

..

સુપ્રીમકોર્ટની કોલેજિયમ દ્વારા કરવામાં આવેલી ભલામણનો સ્વીકાર કરીને દિલ્હીની હાઈકોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને કર્ણાટકની હાઈકોેર્ટના મુખ્ય ન્યાયાધીશ દિનેશ મહેશ્વરીને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પદે નિયુક્ત કર્યા હતા. આ બન્ને ન્યાયાધીશોની નિમણુકને અયોગ્ય ગણાવીને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ વાંધો ઊઠવ્યો હતો.દિલ્હી અને કર્ણાટક હાઈકોર્ટમાં અન્ય સીનિયર વકીલોની ઉપેક્ષા કરીને મોદી સરકારે  ઉપરોકત ન્યાયાધીશોને સીધેસીધા સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણને માન આપીને નિયુક્ત કર્યા હતા. આ નિમણુકે પણ હવે વિવાદ જગાડ્યો છે. દિલ્હી અને કર્ણાટકની હાઈકોર્ટના અન્ય સિનિયર ન્યાયાધીશોની સિનિયોરિટીની અવગણના કરીને અન્ય ન્યાયાધીશને નિમી દેવા તે યોગ્ય નગણાય તેવું ટીકાકારો કહી રહ્યા છે. હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 28ની થઈ જશે. સુપ્રીમ કોર્ટના કુલ ન્યાયાધીશોની સંખ્યા 31ની છે. હજી પણ ત્રણ પદ ખાલી છે.