રાષ્ટ્રનિર્માણ અને ઉન્નતિ માટે યુવાનો દેશહિતમાં કાર્ય કરેઃ 

ગાંધીધામઃ આદિપુરની ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાજાભાઈ પટેલ કોમર્સ કોલેજસ્થિત ‘ભારતના નિર્માણમાં યુવાનોનો ફાળો’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં વક્તવ્ય આપતાં આર.એસ.એસ.ના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી મહેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે કોઈ પણ દેશની પ્રગતિ પાછળ તેમના નાગરિકની માનસિકતાનો ખૂબ જ મોટો ફાળો રહેલો હોય છે. નાગરિકો ગમે તે ભોગે દેશની છબીને નુકસાન ન થાય એનું ધ્યાન રાખતા હોય છે. એવી રીતે આપણે પણ આપણા દેશને આગળ વધારવા દેશહિતમાં તમામ કાર્યો કરવા પડશે, એવું ભારપૂર્વક જણાવ્યું હતું. ઉદાહરણો દ્વારા યુવાનો રાષ્ટ્રનિર્માણમાં કઈ રીતે ફાળો આપી શકે છે એની સમજ આપી હતી. કાર્યક્રમના આરંભે પ્રો. યોગેશ ખાંડેકાએ મહેશભાઈ ઓઝા અને મિહિરભાઈ પંડ્યાને આવકાર આપી તેમનો પરિચય આપ્યો હતો.